દાંતા “નાનાસડા” ગામ માં ગટર ના દુષિત પાણી અને કચરાના ઢગલા થી ગ્રામજનો ત્રસ્ત

દાંતા “નાનાસડા” ગામ માં ગટર ના દુષિત પાણી અને કચરાના ઢગલા થી ગ્રામજનો ત્રસ્ત, મોટો રોગચાળો ફેલાઈ તેવી દહેશત દાંતા તાલુકા ની નાના સડા ગ્રામ પંચાયત એ ગ્રુપ ગામ પંચાયત છે વરસાદ ગયા પછી પણ આ ગામ માં વરસાદી પાણી અને ગટર ના દુષિત પાણી થી ગામ માં ઠેરઠેર મુખ્ય માર્ગો પર પાણી ના ખાબોચિયા ભરાયા છે, ગામ ના મુખ્ય રસ્તાઓ પર જ્યાં લોકો ની અવરવજવર વધારે રહે છે ત્યાં આ દૂષિત પાણી ની નદીઓ વહેતી થઈ છે,આ દૂષિત પાણી માં ઠેરઠેર મચ્છરો પુષ્કળ પ્રમાણ માં ફેલાયેલા છે સ્કૂલમાં જતા બાળકોને આ ગંદા પાણી માંથી સ્કૂલ માં જવું પડે છે અને ગામ ના મુખ્ય માર્ગો પર પણ ઠેરઠેર કચરાના ઢગલા થી ગામ માં ગંદકીનું સામ્રાજય વધી ગયું છે અત્યારે ગામ ના મુખ્ય માર્ગો પર ઠેરઠેર દુષિત પાણી અને કચરાના જ જોવા મળે છે.. જો ટૂંક સમય આ ગામ મા દુષિત પાણી અને કચરાનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ગામ માં રોગ ચાળો ફાટી નીકળવાનો ભય લોકો માં ફેલાયેલો જોવા મળ્યો હતો ડેન્ગ્યુ અને ડીફથેરિયા ના વાયરલ ફીવર નો પ્રકોપ ગુજરાત માં જ્યારે વકર્યો છે” ત્યારે દાંતા તાલુકા ના “નાનાસડા” ગામ માં ગટર ના દુષિત પાણી અને કચરાના ઢગલા થી ગ્રામજનો ત્રસ્ત, ગામ માં ઠેરઠેર રસ્તાઓ પર ના પાણી અને ગંદકીથી ગ્રામજનો પરેશાન ,જો ટૂંક સમય માં ગામ માં દુષિત પાણી અને કચરાના ઢગલા નું કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં નહિ આવે તો થોડા સમય માં ગામ માં રોગ-ચાળો ફાટી નીકડવાની દહેશત આ ગંદકીથી ત્રસ્ત ગ્રામજનો એ વારંવાર ઉચ્યા રજૂઆતો કરી હોવા છતાં તેનું આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી…જો આ ગામ માં કોઈ મોટો રોગ-ચાળો ફાટી નીકડે તો એનું જવાબદાર કોણ રહેશે તંત્ર કે ગ્રામપંચાયત ?? નાનાસડા ગામ ની ગ્રુપ ગામ પંચાયત છે… નાનાસડા ગામ માં મહિલા સરપંચ છે પણ ચૂંટાયા પછી આજ દિવસ સુધી મહિલા સરપંચ એક દિવસ પણ પંચાયત માં આવ્યા નથી…ગામ પંચાયત નો બધો વહીવટ એમના પતિ દેવ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

રાજ્ય સરકારે ગીર સોમનાથ જિલ્લા માં સરકારી મેડિકલ કોલેજ ફાળવી

રાજ્ય સરકારે ગીર સોમનાથ જિલ્લા માં સરકારી મેડિકલ કોલેજ ફાળવી…. કેબિનેટ ની બેઠક માં લેવાયો નિર્ણય… સરકાર સમક્ષ જિલ્લા ના પ્રજાજનોની લાગણી ને પંચાયત ના મહિલા પ્રમુખે પહોંચાડી હતી… આખરે સરકારે ગીર સોમનાથ જિલ્લા માં સરકારી મેડિકલ કોલેજ સ્થાપવા કર્યો નિર્ણય…

Subscribe US Now