કોઠંબા ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

કોઠંબા આજે મહીસાગર જિલ્લામાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે જિલ્લાના રૂા.૯૩૯૬.૩૦ લાખના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો ========= કોઠંબા ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ======= મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા પ્રાથમિક શાળા ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે જિલ્લાના રૂા. ૯૩૯૬.૩૦ લાખના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવો ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ભાવવંદના કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે જિલ્લાના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં રૂા.૫૯૪.૦૦ લાખના ખર્ચે નિમાર્ણ પામેલ નવીન એ.આર.ટી.ઓ કચેરીનું લોકાર્પણ તેમજ જિલ્લામાં લુણાવાડા-હાડોડ-વરધરી-કડાચલા રોડ રૂા.૧૮૦૦.૦૦ લાખના ખર્ચે ૧૦ મીટર પહોળો કરવામાં આવનાર છે તેનુ ખાતમુહૂર્ત કરવામાં આવયું આ ઉપરાંત હરીગરના મુવાડા- કાળીબેલ-મોવાસા- બોકનનાળા રોડ રૂા.૩૦૦૦.૦૦ લાખના ખર્ચે પહોળો તથા રીસરફેસીંગ કામ, બાલાસિનોર-ભાંથલા-આમોદ્રા રોડ રૂા.૨૭૫૦.૦૦ લાખના ખર્ચે નવિન રસ્તાનુ કામ, વધુમાં રૂા. ૮૯૦.૦૦ લાખના ખર્ચે નવી પ્રાયોજના કચેરી, વીજીલીયન્સ ઓફીસર કચેરી, આશ્રમશાળા ઓફીસરની કચેરીના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કૃષિ, પંચાયત, પર્યાવરણ રાજ્ય કક્ષામંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમાર, દાહોદ સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર, પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ખાંટ, ગુજરાત મહીલા આયોગ ચેરમેનશ્રીમતી લીલાબેન અંકોલીયા, અન્ન નાગરીક પુરવઠા ચેરમેનશ્રી રાજેશભાઇ પાઠક, અંત્યોદય નિગમ ચેરમેનશ્રી ગૌતમભાઇ ગેડીયા, લુણાવાડા ધારાસભ્યશ્રી જીગ્નેશભાઇ સેવક, સંતરામપુર ધારાસભ્ય શ્રી કુબેરભાઇ ડીંડોર અને શહેરાના ધારાસભ્યશ્રી જેઠાભાઇ ભરવાડ,પૂર્વ ધારાસભ્ય માનસિંહ,નિમિષાબેન સુથાર,પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

દાંતા મેઈન બજાર ની 15 દુકાનો તોડવા ની પંચાયત એ નોટિસ આપી.

દાંતા મેઈન બજાર ની 15 દુકાનો તોડવા ની પંચાયત એ નોટિસ આપી.. 15 દુકાનો તોડવાની નોટિસ મળતા દુકાન માલિકો માં દોડ ધામ મચી… દુકાન માલિકોએ દુકાન ન તુટે માટે નોટીસ સામે સ્ટે મેળવવા માટે દોડ મૂકી… પછી પંચાયતે લાલ આંખ કરી દબાણો તોડવા માં આવ્યા…. પોલીસ પ્રોટ્રેકશન સાથે પંદર દુકાન […]

Subscribe US Now