બાવન વાંટા રાજપૂત સમાજના દ્વિતીય સમૂહલગ્ન યોજાયો

બાવન વાંટા રાજપૂત સમાજના દ્વિતીય સમૂહલગ્નમાં દાનની સરવાણી વહી સમૂહલગ્ન માં પ્રભુતામાં પગલાં પડતા નવદંપતિ ને સમાજના આશીર્વાદ બાવન વાંટા રાજપૂત સમાજ દ્વારા વસંત પંચમી ના પવિત્ર દિવસે યોજાયા હતા. જેમાં દાતાઓ દ્વારા દાન અને ભેટ સોગાદો ની સરવાણી વહડાવવામાં આવી હતી. તો સમૂહલગ્ન માં જોડાનાર નવદંપતીઓ ને સમાજ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. બાવન વાંટા રાજપૂત સમાજ દ્વારા ગુરુવારે વસંત પંચમી ના દિવસે દ્વિતીય સમૂહલગ્ન જીઆઇડીસી ચેરમેન અને દાતા બળવંતસિંહ રાજપૂત ની અધ્યક્ષસ્થાને યોજાયા હતા. જેમાં 12 જેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહલગ્ન માં સમાજ ના પોલીસ, આર્મી, એસ.આર.પી, જવાનો સમાજના દાતાઓ દ્વારા દંપતીઓ ને ભેટ સોગાદ આપવામાં આવી હતી. તો આ પ્રસંગે સંત શ્રી આનંદમુર્તિ મહારાજ અને શ્રી પરથીરામ મહારાજે ઉપસ્થિત રહી નવદંપતીઓ ને આશીર્વાદ આપ્યા હતા. તો સમાજ દ્વારા ભોજન દાતા વાઘુસિંહ વિહોલ, કેસરબા જાડેજા વિદ્યાસંકુલ ના પ્રમુખ જે.એમ. જાડેજા, નિર્મલસિંહ વાઘેલા (ચાંગા), ભરતસિંહ ચૌહાણ (મેરવાડા), પ્રવિણસિંહ રાજપૂત (ઢેલાણા), કેશરસિંહ સોલંકી (પેપોળ) સહિત વિવિધ દાતાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા સમૂહલગ્ન સમિતી ના પ્રમુખ એન.ડી.પરમાર અને તેમની ટીમે સફળ આયોજન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંબાજીની કારમેલ ઈંગ્લિશ સ્કુલમાં યોજાયેલ ફૂડ ફેસ્ટિવ

અંબાજીની કારમેલ ઈંગ્લિશ સ્કુલમાં યોજાયેલ ફૂડ ફેસ્ટિવલ. વિદ્યાર્થીઓમાં skill ડેવલોપમેન્ટ માટે યોજાયો કાર્યક્રમ બાળકોએ બળતણ વગર વિવિધ વાનગીઓ બનાવી વિદ્યાર્થીઓએ વિવિધ વાનગીઓનું કર્યું વેચાણ સાયન્સના પ્રયોગ પણ કરાયા રજુ

Subscribe US Now