અંબાજી મંદિર ટ્રસ્ટ નાં સહીયોગ થી આ જ્યંતી ની ઉજવણી કરવામાં આવે છે

સમગ્ર રાજ્ય માં આજે ખોડીયાર જ્યંતી ની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ ખોડીયાર નવયુક્ત મંડળ દ્વારા આજે ખોડીયાર જ્યંતી ની ભારે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી છે. અંબાજી માં પૌરાણીક ખોડીયાર માતા નાં મંદિરે સવાર થી જ દર્શનાર્થીઓ ની ભીડ જોવા મળતી હતી. ને સાથે ખોડીયાર માતા ને પણ અનેક પ્રકાર નાં વ્યજંનો સાથે 56 ભોગ નું અન્નકુટ ધરાવવામાં આવ્યુ હતુ. ને વિશેષ હોમહવન કરી ખોડીયાર જ્યંતી ની ઉજવણી કરાઇ હતી. બપોર નાં સમય ખોડીયાર માતા ની વિશાળ શોભાયાત્રા પણ નિકાળવામાં આવી છે. જે સમગ્ર અંબાજી શહેર માં ફરી હતી. જોકે આજે ખોડીયાળ જ્યંતી નાં પર્વ ને લઇ સાંજે યોજાનારા ભંડારા ની પણ બપોર થી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. આમ તો આ મંદિર અંબાજી મંદિર જેટલુંજ પૌરાણીક હોવાનું માનવામાં આવે છે. પણ છેલ્લા 10 વર્ષ થી ખોડીયાર નવયુક્ત પ્રગતી મંડળ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટ નાં સહીયોગ થી આ જ્યંતી ની ઉજવણી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ઉનામાં સિન્ધી સમાજના 11 મા સામુહીક વિવાહ સમારંભ યોજાયો

ઉનામાં સિન્ધી સમાજના 11 મા સામુહીક વિવાહ સમારંભ યોજાયો જેમાં સમાજ ના આગેવાનો હાજર રહ્યા નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ જોષી ઉપસ્થિત રહ્યાં હતા આ સમારોહ સમાજ પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ જેઠવાણી ના દેખરેખમાં યોજવામાં આવ્યું ભુવનેશ શમાઁ

You May Like

Subscribe US Now