કોરોના વાયરસને લઈ શ્રી ગ્રાહક સુરક્ષા મંડળ દાંતા દ્વારા દાંતાના મેડિકલ સ્ટોરો ની આજરોજ મુલાકાત લેવામા આવી.

કોરોના વાયરસને લઈ શ્રી ગ્રાહક સુરક્ષા મંડળ દાતા દ્વારા દાંતાના મેડિકલ સ્ટોરો ની આજરોજ મુલાકાત લેવામા આવી. માસ્ક અને સેનેતાઇઝેસર માં ભારત સરકારશ્રીના આજરોજના નોટીફિકેશ નંબર CG-DL-E 21032020-218845 થી એમઆરપી કરતાં વધુ ભાવ તેમજ સંગ્રહખોરી અને કાળા બજાર અટકાવવા વેપારીઓને રજૂઆત કરાઈ હાલમાં કોરોના નામનો જીવલેણ વાઇરસ તૂટી પડયું છે અને વૈશ્વિક સ્તરે આવા સમયે ભારત સહિતના દેશોએ એકજુથ થઇને લડત આપી રહ્યા છે જ્યારે કેટલાક નરાધમો આવા વિકટ સમયે પણ પોતાની કાળાબજાર અને સંગ્રહખોરીની વૃત્તિ છોડી શકતા નથી અને ગ્રાહકો પાસેથી વધુ ભાવ પડાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે . જે બાબતે ગંભીરતાથી લઇ સરકારશ્રીના સૂચન મુજબ ગુજરાતની અને ભારત ભરની જાણીતી ગ્રાહક હિત ગ્રાહક રક્ષણ સંસ્થા શ્રી ગ્રાહક સુરક્ષા મંડળ દાંતા દ્વારા બનાસકાંઠા જિલ્લાના ગ્રાહકોને તથા ભારત ભરમાં આવી કાળાબજાર અને સંગ્રહખોરી થી મુક્ત બનાવવા અભિયાનનો આરંભ કરાયો . આ અભિયાનની શરૂઆત આજરોજ દાંતાના મેડિકલોની ઓચિંતી મુલાકાત લઇ બજારમાં વેચાતા સેનેટ રાઈઝર અને માસ્ક ના ભાવ અને નિરીક્ષણ કરાયું આ નિરીક્ષણમાં માસ્ક અને સેનેટ રાઈઝર ના એમ આર પી સી વધુ ભાવોના લેવાતા હોવા બાબતની તપાસ કરાઇ . શ્રી ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ શ્રી વિપુલ ગુર્જરે તમામ મેડિકલોની મુલાકાત લીધી સાથે સાથે તેમજ આવશ્યક ચીજવસ્તુ જેમ કે ઘઉં ચોખા બાજરી ચણા તુવેર દાળ બટાકા ડુંગળી મગદાળ દૂધ સીંગતેલ કપાસિયાતેલ ટામેટા હોલસેલ ડીલર પાસેથી વેપારીઓએ હાકલ કરી કે વૈશ્વિક આપત્તિના કઠિન સમયમાં તેઓ ભારત દેશના નાગરિક હોવાનું લઈ પોતાની દેશભક્તિ અને ઉદારતા દાખવી એમઆરપી કરતાં વધુ ભાવ ન લેવાય અને સંગ્રહખોરી તેમજ કાળા બજાર ના કરે અને એકજૂથ થઇ આપત્તિઓનો સામનો કરે તે બાબતે વેપારીઓને ધ્યાન દોર્યું આમ છતાં જો કોઈ વેપારી આ પ્રકારે કાળાબજાર અને સંગ્રહખોરી કરશે તો તેના વિરૂદ્ધમાં કાયદાની જોગવાઇઓ મુજબ કાર્યવાહી કરાશે ગ્રાહક વર્ગને જ્યાં પણ એવું લાગે કે કોઈ વેપારીએ મારતી કરતાં વધુ ભાવ લે છે અથવા તો ઘણા બધા રીતે સંગ્રહખોરી કરે છે તો તાત્કાલિક અમારા મોબાઈલ નંબર 94 263 91 57 પર અથવા તો ગ્રાહક સુરક્ષા મંડળ દાતા ખાતે આવેલી કચેરી અથવા તો જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત ફરિયાદ કરવા અનુરોધ કર્યો. ચાલો સાથે મળી સમાજ સેવાની ચિંતા કરીએ વધારે વાઇરસ ન ફેલાય એ માટે વપરાતા માસ્ક અને સેનેટાઇઝરની મહત્તમ કિંમત ( MRP ) નક્કી કરી છે , ★ 2 PLY માસ્કની કિંમત વધુમાં વધુ 8 રૂપિયા , ★ 3 PLY માસ્કની કિંમત વધુમાં વધુ 10 રૂપિયા , ★ 200 ML સેનેટાઇઝર બોટલની કિંમત વધુમાં વધુ 100 રૂપિયા , જો કોઈ વિક્રેતા આ સરકાર દ્વારા નક્કી કરેલ કિંમત કરતા વધારે કિંમત વસુલ કરતા હોય તો ગ્રાહક સુરક્ષા મંડળ દાંતા ૯૪૨૬૩૯૧૨૫૭ અને નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર 1800114000 ઉપર ફરિયાદ કરી શકો છો , હાલના સમયમાં આ મહામારીમાં સેવા કરવાની જગ્યાએ કાળા બજાર કરનારને 7 વર્ષ સુધીની જેલ કરવી શકો છો , અન અધિકૃત સમાચાર કે અફવાઓથી દૂર રહો , સતર્ક રહો , ઇમરજન્સી કામ વગર બહાર ન નીકળો અને નીકળવું જ પડે તો માસ્ક અવશ્ય પહેરો અને સેનેટાઇઝરથી હાથ ધોવાનું ભૂલશો નહીં , જેટલી જવાબદારી પ્રશાસનની છે એટલી જ જવાબદારી દરેક નાગરિકની છે ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

આજ રોજ શ્રી શક્તિ ખાદી ગ્રામોદ્યોગ સંઘ

આજ રોજ શ્રી શક્તિ ખાદી ગ્રામોદ્યોગ સંઘ દાંતા તેમજ સરકાર માન્ય ગ્રાહક સુરક્ષા મંડળ દાંતા દ્વારા મહામારી રૂપી કોરોના થી બચવા સાવચેતીના ભાગ રૂપે લે ભાગુ વેપારીઓ દ્વારા કુત્રિમ તંગી ઉભી કરવામાં આવે છે તે ધ્યાને લઇ પરિસ્થિતિ જોતાં હાલમાં માસ્ક ની દરેક લોકોને જરૂરત છે તેવા વિચાર ને અમલવારી […]

You May Like

Subscribe US Now