ગ્રાહક સુરક્ષા મંડળ દાંતા દ્વારા આજરોજ મહામારી ની પરિસ્થિતિને લઈ

ગ્રાહક સુરક્ષા મંડળ દાંતા દ્વારા આજરોજ મહામારી ની પરિસ્થિતિને લઈ સરકારશ્રીના હુકમ મુજબ બજાર ભાવ અને કુત્રિમ અછત ની ફરિયાદો ને લઈ જાત નિરીક્ષણ સારું અંબાજીની મુલકાત લેવામાં આવી. લોકો સાથે વાતચત માં વેપારીઓ ભાવ વધારે લે છે તેવું જાણવા મળેલ તો તે સંદર્ભે વેપારીઓએ ને મળતા ગ્રાહક અને વેપારી વચ્ચે વાતચીતમાં ભિન્નતા જોવા મળેલ. વધુમાં કહીએ તો વેપારીઓ દ્વારા હોમ ડિલિવરી માં વસ્તુના ભાવ ઉપરાંત મીનીમમ સર્વિસ ચાર્જ લેવાય છે તેવું કહેવામાં આવેલ. વધુમાં જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ પૈકી ગુડકા અને તમાકુ સિગારેટનું પણ વેચાણ થાય છે તો શું ? તેવું જાણવા મળેલ . સ્થળ ચકાસણી કરતા ખરેખર એક વેપારી અરાવલી ટ્રેડિંગ કુ પેઢી જે અંબાજી દાંતા રોડ ઉપર હોટલ આસોપાલવ નીચે આવેલ છે તે ખુલ્લી જોવા મળેલ અને ખાત્રી કરતાં જાણવા મળેલ કે ગોલ્ડફલેક ભાવ રૂ. ૧૫ એક સિગારેટ ના અનુભવેલ તેમજ ગુટકા બે રોક ટોક વેચાણ જોવા મળેલ . લોકોનું કહેવું કે શું હાલમાં મહામારી સમયે આ જીવન જરૂરિયાત ની વસ્તુ વેચાય છે ? અને હા તો કોની મહેરબાની થી? વધુમાં આ સમયે પોલીસ આવતા પહેલા દુકાનદાર ભાગી ગયેલ. અંબાજી ગામ લોકો ને વિનંતી કે આવા કપરા સમયે જીવનજરૂરિયાતની વસ્તુ ફક્ત અનાજ કઠોળ જેવી નહિ કે વ્યસની ( મોજ શોખ વાળી વસ્તુ નહીં) ના વેચાય તે બાબતે તકેદારી લેવા અનુરોધ. હાલમાં આવા સમયે કોઈ ગેર કાનુની ધંધા અને વધારે નાણાં લેવા વાળા મળે દેખાય તો અંબાજી લોકલ પી.આઇ.શ્રી ૯૬૨૪૨૬૨૧૯૮ તેમજ મામલતદાર શ્રી દાંતા ૭૫૬૭૦૦૨૦૮૬ ને સીધો ફોન કરી જાણકારો. ચાલો ઘરથી બહાર ના નીકળીએ અને જાહેર નામનો ભંગ બિલકુલ ના કરીએ. વધુ વિગત માટે ગ્રાહક સુરક્ષા મંડળ દાતા નો સંપર્ક કરો ૯૪૨૬૩૯૧૨૫૭

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

વડગામ ના છાપી પોલીસ મથકે પણ મહિલા તલાટી ની ફરિયાદ

વોટ્સઅપ પર બીભત્સ માંગણી મામલે ફરિયાદ અન્ય 2 મહિલા તલાટી પણ તાલુકા વિકાસ અધિકારી થી પીડિત વડગામ ના છાપી પોલીસ મથકે પણ મહિલા તલાટી ની ફરિયાદ ની તજવીજ તાલુકા વિકાસ અધિકારી પર થશે કાર્યવાહી 2 દિવસ અગાઉ મહિલા તલાટીઓ એ ddo ને કરી હતી લેખિત રજુઆત ddo એ તપાસ ના […]

Subscribe US Now