NVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે

. . 🙏*જાહેર અપીલ*🙏🏻

કોરોના વાયરસ અનુસંધાનમાં સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન દરમ્યાન જરૂરીયાતમંદ તમામ વ્યકિતઓને અનાજ પહોચાડી શકાય તેના ભાગ રૂપે સરકારશ્રી દ્વારા નોન એન . એફ . એસ . એ , એ . પી . એલ . – ૧ રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે . આ બાબતમાં સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ અપીલ મુજબ તમામ જરૂરીયાતમંદ વ્યકિતઓને અનાજ પુરૂ પાડી શકાય તે માટે સાધન સંપન્ન વ્યકિતઓ સરકારશ્રીની તરફેણમાં આ હકક જતો કરે તેવી જાહેર અપીલ કરવામાં આવેલ છે . મહામારીના આ સમયમાં સરકારી નોકરી કરતા વ્યક્તિઓ , ઈન્કમટેક્ષ ભરતા વ્યકિતઓ , સાધન સંપન વ્યકિતઓ તથા મોટા જમીન ધારકો ને નમ્ર અપીલ કરવામાં આવે છે કે , તેઓ સરકારશ્રીની આ વ્યવસ્થામાં પુરો સહકાર આપી તેઓને મળવાપાત્ર અનાજના જથ્થાની જરૂરીયાત સરકારશ્રીના તરફેણમાં સ્વેચ્છાએ અનાજ નહી લેવા અપીલ કરીએ છીએ જેથી ખરેખર જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ થઈ શકાય . *વધુ માહિતી માટે મામલતદાર કચેરીના કંટ્રોલરૂમ ના નં . ૦૨૭૪૯ – ૨૭૮૧૩૪ ઉપર ફોન કરવો . – કે વહીવટી તંત્ર , દાંતા*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

બનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત

બનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાતઃ સભાઓ પર પ્રતિબંધ જાહેર અને કામના સ્થળોએ સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવા આદેશ ૬૫ વર્ષથી વધુ ઉંમર વ્યકિતઓ, બિમારીથી પિડીત તેમજ પાંચ વર્ષથી નાના બાળકના વાલીઓને ઘરેથી કામ કરવા પ્રોત્સાહિત કરવા (માહિતી બ્યુરો, પાલનપુર) હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈજેશન દ્વારા વૈશ્વિક મહામારી […]

Subscribe US Now