કોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા

કોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા ૧૨ શરણાર્થી પરિવારોને વહીવટીતંત્રએ મદદ પહોંચાડી કાંકરેજ તાલુકાના તેરવાડા મુકામે ગ્રામજનોએ શરણાર્થી પરિવારોને પુરતો સહયોગ આપ્યો્ (માહિતી બ્યુરો,પાલનપુર) પાકિસ્તાનથી બનાસકાંઠા જિલ્લામાં આવેલા ૧૨ જેટલાં શરણાર્થી પરિવારો કાંકરેજ તાલુકા તેરવાડા ગામમાં ડેપ્યુગટી સરપંચશ્રી મુકેશજી અમરાજી માળીના ફાર્મ પર રહી ખેતીકામ અને શ્રમકાર્ય કરે છે. શ્રી મુકેશજી માળી અને ગ્રામજનોએ આ શરણાર્થી પરિવારોને આશરો આપી રહેવા-જમવાની વ્યવસ્થા કરી સારો સહયોગ આપ્યોન છે. કોરોના વૈશ્વિક મહામારીના સંકટ વચ્ચે આ પરિવારોની મુશ્કેલીઓ વિશે બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેને જાણકારી મળતા વહીવટીતંત્ર દ્વારા શક્ય તેટલી મદદ પુરી પાડવા કલેકટરશ્રીએ અધિકારીઓને તરત સુચના આપી હતી. જેને પગલે જિલ્લા પંચાયતના હિસાબી અધિકારીશ્રી ચેતન પટેલ અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી શ્રી મીત પરમારે કાંકરેજ તાલુકાના તેરવાડા મુકામે શરણાર્થી પરિવારો પાસે પહોંચીને રાહત કીટ વિતરણ કરી હતી. આ રાહત કીટમાં લોટ, ખાંડ, દાળ, ચોખા, તેલ સહિત કરીયાણની વસ્તુઓનો સમાવેશ થાય છે. કલેકટરશ્રી સંદીપ સાગલેના આ એક વધુ સંવેદનશીલ અભિગમની બનાસવાસીઓ પ્રશંસા કરી રહ્યા છે. નોંધનીય છે કે અત્યંત ગરીબ કે બહુ જ જરૂરીયાતમંદ માણસને મદદ આપવા માટે બનાસકાંઠા કલેકટરશ્રી હંમેશા તત્પર હોવાનો લોકોને વિશ્વાસ છે. પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા શરણાર્થી પરિવારોના વડીલ શ્રી પ્રભુભાઇ ઠાકોરે જણાવ્યું કે અમે ઠાકોર પરિવારો પાકિસ્તાનના હૈદરાબાદ જિલ્લાના મતિયારી અને ટંડોલીયા ગામમાં રહેતા હતાં. પાકિસ્તાનમાં અમારા પરિવારને રહેવું અને જીવવું બહુ મુશ્કેલ હતું. મજુરી કરીએ તો મજુરીના રૂપિયાના બદલે માર પડતો. શ્રી પ્રભુભાઇ ઠાકોરે કહ્યું કે પાકિસ્તાનમાં વસતા લઘુમતિઓની એવી માઠી દશા છે કે અમારી દિકરી ૧૦ વર્ષની થાય ત્યારે તેને પરણાવી દેવી પડે નહીંતર ત્યાંના વિકૃત માણસો દિકરીને ઉઠાવી લઇ જાય. જે ઘરમાં બહેન-દિકરી હોય તે પરિવાર સતત ભય નીચે જ રહે છે. શરણાર્થી શ્રીમતી મીરાબેન ઠાકોરે જણાવ્યું કે, પાકિસ્તાનમાં અમે ઘણો ત્રાસ ભોગવ્યો છે. ત્યાં અમે મજુરી જઇએ અને પૈસા માગીએ તો પણ પૈસાના બદલે માર જ પડતો. અને અમે ગરીબ હોવાથી કરી પણ શું શકીએ…..iii મીરાબેને કહ્યું કે અમારી બહેન- દિકરીઓની આબરૂ અને પરિવારને બચાવવા અમે પહેરેલા કપડે પાકિસ્તાનથી ભારતમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિશ્વાસે આવ્યા છીએ. તેમણે કહ્યું કે સરકાર અમને પુરતો સહયોગ આપી રહી છે જેનાથી અમારું કલ્યાણ થશે. બીજા શરણાર્થી શ્રીમતી જમનાબેન ઠાકોરે કહ્યું કે મારે ૭ દિકરીઓ છે. જેમાંથી એક દિકરીને પરણાવી દીધી છે તે પાકિસ્તાનમાં છે અને હું ૬ દિકરીઓને લઇ ભારત માતાના શરણમાં આવી છું. મને વિશ્વાસ છે કે ભારતમાં અમને કોઇ તકલીફ નહીં પડે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારના સંવેદનશીલ અને હકારાત્મક અભિગમને પગલે આ પરિવારો ભારતમાં સુખરૂપ કાયમી વસવાટ કરવાની અપેક્ષા સેવી રહ્યા છે. શરણાર્થી પરિવારોની વ્યથા જાણી અધિકારીઓએ પોતાના પોકેટમાંથી પૈસા આપ્યાી પાકિસ્તાનમાં ત્રાસ અને અત્યાચાર વેઠીને ભારતમાં આવેલ આ શરણાર્થી પરિવારોએ પાકિસ્તાનમાં જે સ્થિતિ હતી તેનું વર્ણન કરતા રડી પડ્યા હતા. તેઓની આપવીતિ સાંભળીને રાહત કીટ વિતરણ માટે ગયેલા બનાસકાંઠા જિલ્લા પંચાયતના હિસાબી અધિકારીશ્રી ચેતન પટેલ અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી શ્રી મીત પરમારે પોતાના પોકેટમાંથી રૂ. ૬૦૦૦/- કાઢી ૧૨ શરણાર્થી પરિવારોને આર્થિક મદદ કરી હતી. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

આલેખન- રેસુંગ ચૌહાણ

સિનિયર સબ એડીટર

જિલ્લા માહિતી કચેરી, પાલનપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

મેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા

મેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી ગ્રામજનો દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ આગ સોર્ટ સર્કિટથી લાગી હોવાની ચર્ચા આગમાં ઘર વખરી બળી ને ખાક મોડાસા ફાયર ફાઇટર ની ટિમ રવાના સંજય શર્મા. મોડાસા બ્યુરોચીફ

Subscribe US Now